Shishukunj International School established in 2016, works with the following objectives:

  • To nurture a positive learning attitude through a specialized play – way approach.
  • To encourage children to learn through inquiry, exploration, experimentation, dialogues and discussions, nature study & field trips.
  • To sustain the creative self of each individual child by providing freedom of expression.
  • To extend assistance to parents in healthy child rearing & active parental involvement in the learning program.
  • To develop a strong partnership among the three important verticals in a child’s life i.e., parent, teacher and community.

Shishukunj International School, Bhuj works with children in order to emphasize the holistic development of each individual child which includes physical, mental, social, emotional and spiritual aspects by creating a fearless, friendly and conducive environment for learning. It believes in the philosophy of “No Competition, No Comparison; No Punishments, No Rewards”.

The school’s endeavor is to unfold potentials of individuals and encourage them to be life time learners.

Recently the school undertook a project to collect seeds from students and to establish a seed bank for the school site. Students brought seeds from their homes and also collected seeds of neem tree from farms. It was also decided to broadcast local plant species of Kachchh, like pilu, desi bavar, khakhro, garmado, gulmohar, bordi, etc. Seed pallets were prepared with the help of experts, which were broadcasted after the first monsoon shower. Children, staff and workers at the school site enthusiastically participated in this event and wished that it would be totally a green area where everyone can connect with Mother Nature and preserve the local ecosystem of Kachchh.

In mid October, senior students of SIS Bhuj had an opportunity to visit our sister school, The Shishukunj International School Indore. The trip comprised of many scholastic and co-scholastic interesting activities with the students of SIS Indore. The afternoons and evenings were loaded with fun and learning by exploring historical places around the city. Each and every moment turned out to be a great opportunity to observe, learn, explore and experience the minute planning on the part of the SIS family.

In the Joy of Giving Week, our students also celebrated Daan Utsav and started a collection drive for various items in the school. 10 different categories of items, ranging from cloths, utensils, medicines, toys, books etc. were collected and distributed in the slums of Bhuj.


Sharing our school's eco magazine, which captures a few highlights, and hopefully a bit of essence of what the club is about, and the urgent issues we all face.

From greenhouse effect to global warming to climate change to now, climate emergency - these are the terms we keep reading, hearing about. At our core lay simplicity and coexistence with nature, something we are drifting farther away from as a whole species. And we need to bridge this gap, and reconnect.

Please do read, suggest, give feedback, share ideas (please drop a message at ecobuddysis@gmail.com), and circulate this with your friends and family!

May the friendship with our environment spread far and wide.


વાર્ષિકોત્સવનો નવતર પ્રયોગ : “ શૂન્યમપૂર્ણમ ”

પરંપરાગત વાર્ષિકોત્સવ એટલે શું? બાળકો અને શિક્ષકોની તડામાર તૈયારીઓ સાથે કરવામાં આવેલો મનોરંજક કાર્યક્રમ. જેમાં બાળકોની સર્જનાત્મકતા તેમજ મૌલિક્તાના નિદર્શન કરતાં આકર્ષક વસ્તુઓનું પ્રદર્શન વધારે હોય છે. વાર્ષિકોત્સવનો મૂળ હેતુ રોજીંદી ઘરેડમાં બદલાવ, બાળકોની સુષુપ્ત શક્તિઓને ખીલવવાની તકો તેમજ શાળાની વર્ષ દરમ્યાન કરવામાં આવેલી વિવધ પ્રવૃત્તિઓનું સરવૈયું છે. વાર્ષિકોત્સવ એટલે એક એવી સફર કે જેમાં આરંભથી અંતિમ તબક્કા સુધી બાળકોએ કરેલું કાર્ય, તેમના પ્રશ્નો તેમજ મૂંઝવણોનો ઉપાય, તેમની માનસિક પરિકલ્પનાઓ સાથે શારીરિક કાર્યની જુગલબંધી અને શિક્ષકો તેમજ વાલીઓ માટે ચિંતન અને આનંદની ક્ષણો. વર્ષમાં એક વખત આવતો શાળાકીય ઉત્સવ.

બાળકોમાં અનેક સુષુપ્ત શક્તિઓ, ઉર્જા તેમજ કૌશલ્યોનો ખજાનો રહેલો છે. આ ખજાનાને પામવા તેઓ અનેક મથામણો, મૂંઝવણો, પ્રશ્નો તેમજ સમસ્યાઓનો સામનો કરે છે. બાળકો પોતાના “ સ્વ ” સાથે તાદાત્મ્ય સાધીને અનેક મૂલ્યો માત્ર શીખતાં જ નથી પરંતુ આત્મસાત કરે છે. વાર્ષિકોત્સવ એ કાર્યક્રમોની હારમાળા બને તેમાં વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે વ્યાખ્યાનમાળા, પ્રદર્શન-નિદર્શન, બાળકોની આંગિક અભિવ્યક્તિ, રમતો, સંવાદ જેવા કાર્યક્રમો દ્વારા બાળકોની સાથે-સાથે સમાજને ઉપયોગી જાગૃતિ કેળવી શકાય છે. શિક્ષણની નવી પ્રણાલી ગમ્મત દ્વારા જ્ઞાન એ સમયની બરબાદી નથી, પરંતુ જીવન ઉપયોગી શિક્ષણ છે કે જે બાળકને જીવનના દરેક ક્ષેત્રમાં ઉન્નત બનાવે છે. કેળવણીનો અર્થ જ થાય છે કેળવવું. ઘડતર કરવું. કેવળ શાબ્દિક શિક્ષણ એ જ કેળવણી નથી. કેળવણી એટલે સર્વાંગી શિક્ષણ, જીવન માટેનું ઘડતર. નાગરિક તરીકેનું ઘડતર. એક સારા માનવ બનવું તે.

શિશુકુંજ દ્વારા છેલ્લા બાર વર્ષોથી કિલકાર નામે વાર્ષિકોત્સવ યોજાય છે. તેમાં બાળકોની અંત:સ્ફૂર્ણા તેમજ તેમનામાં રહેલી કુદરતી શક્તિઓનો સુભગ સમન્વય કરવામાં આવે છે. આ વર્ષે શિશુકુંજની પરંપરા મુજબ તેનો દરેકેદરેક કાર્યક્રમ એક મૂલ્ય, હેતુ, સંસ્કૃતિ તેમજ બાળકોને કેન્દ્રિત રહેશે. આગામી કાર્યક્રમ “ શૂન્યમપૂર્ણમ ” આવા જ અનેરા સોપાનો સર કરવા જઈ રહ્યો છે. આ એક નવતર પ્રયોગ અને અનુભવ છે. કહેવાય છે ને કે, “ જ્યારે બાળક સંપૂર્ણ તૈયાર થાય ત્યારે શિક્ષક પોતાનું પાત્ર એક માર્ગદર્શક રૂપે ભજવે છે.” આ વખતે વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે વિજ્ઞાનના વિવિધ પ્રયોગો, કવિતાઓ, ગીતો, ચિત્રકલા, શિલ્પકલા, પ્રદર્શન વગેરે જીવનના મહત્વના પાસાંઓ બાળકો દ્વારા પ્રગટ થશે અને જે મૌન, કરુણા, વિનમ્રતા અને આંતરઅવલોકનને સ્પર્શશે. કાર્યક્રમનો મુખ્ય હેતુ માત્ર કાર્યની પૂર્ણતા તરફ જ નથી, પરંતુ નવી સોચ અને અભિગમ સાથે આદરેલા કાર્ય થકી અધૂરાશ દ્વારા પણ જીવનની સમજ વિકસાવવાનો છે. કાર્યક્રમમાં આમંત્રિત અતિથિઓ તેમજ વાલીઓનો દૃષ્ટિકોણ પણ બાળકના શિક્ષણની સાચી સમજણને બિરદાવનાર હોવો જોઈએ. ત્યારે જ શરૂ થશે, આપણી શૂન્યમાંથી સર્જન તરફની અનોખી યાત્રા. આ યાત્રા માણવા માટે સહુને નિમંત્રણ છે. શાળાનું નવું કેમ્પસ : શિશુકુંજ ઇન્ટરનેશનલ સ્કૂલ, મુન્દ્રા રોડ, યક્ષ મંદિર સામે, હાઈલેન્ડ પાર્ક રોડ(મુખ્ય રસ્તાથી ૩કિમી. અંદર)તા.૨૮-૧-૧૮. સમય:સવારે ૧૦:૩૦ થી સાંજે ૫:૩૦. શિક્ષણપ્રેમીઓ અને બાળપ્રેમીઓને આમંત્રણ છે.